Friday, August 27, 2010

મચ્છુ જળપ્રલય

૧૧ ઓગસ્ટ ૧૯૭૯એ મોરબીને તહસનહસ કરી નાખ્યું હતું: આજે પણ આ દુર્ઘટનાની યાદોથી લોકો થથરી ઉઠે છે


૧૧ ઓગસ્ટ ૧૯૭૯ ભયાનક, ગોઝારો અને મોરબી વાસીઓ જેને કદી નહી ભૂલી શકે તેવો પ્રલયકારી દિવસ. આ દિવસે મચ્છુ-૨ ડેમના પાણી પોતાની મયૉદા ઓળંગી મોતની તબાહી બની મોરબી પર ક્રૂર રીતે ત્રાટકી સોૈરાષ્ટ્રના પેરીસ તરીકે ઓળખાતી મયૂર નગરીને એક ઝાટકે તહસ નહસ કરી નાખી હતી. અને હજારો માસૂમ જિંદગીઓને પોતાની આગોસમાં સમાવી મોરબીને ભયાનક સ્મશાનમાં ફેરવી નાખ્યું હતું. વિશ્વની મોટી જળ હોનારતોમાં ગણતરી થતાં આ ભયાનક મચ્છું જળહોનારતની આવતીકાલે ૩૧મી વરસી છે. મોરબીવાસીઓ આજે પણ આ પ્રલયકારી ઘટનાને ભૂલી

શકયા નથી.

મોરબીના ઈતિહાસમાં સોૈથી કરુણ કહી શકાય તે ઘટનાની ભયાનકતા અને તબાહીનું શબ્દોમાં વર્ણન કરવું અશકય છે. મુશળધાર વરસાદની વચ્ચે ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ના રોજ બપોરે આશરે ૩-૩૦ કલાકે મચ્છુ-૨ ડેમના પાળા તોડી મચ્છુનું પાણી મોત બનીને મોરબી પર ત્રાટકયું હતું અને જોત જોતામાં મોરબીને કબ્રસ્તાનમાં ફેરવી નાખ્યું હતું. મચ્છુના ૩૦-૩૦ ફૂટ ઊંચા પાણીના મોજાંએ મોરબીને હિલોળે ચડાવી ભયંકર વિનાશ લીલા ચલાવી પાછળ રાખી દીધા ભયાનક બહિામણા ર્દશ્યો. ઠેર ઠેર પડેલા સેંકડો મૃતદેહો, વીજળીના થાંભલાઓ, તાર ઉપર લટકતી માનવ અને પશુઓની લાશો, હજારો જાનવરોના કોહવાઇ ગયેલા મૃતદેહો, ધ્વસ્ત થયેલા હજારો મકાનો અને સ્વજનો તથા પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા હજારો મોરબીવાસીઓની આંખમાં ડોકાતો ભય, નજર સામેથી ન હટતાં વિનાશના પ્રલયના બહિામણા ર્દશ્યો તેમજ ડૂબી ગયેલા, દબાઇને દટાઇ ગયેલા પરિવારજનોની બચવા માટેની આખરી ક્ષણની ચિચિયારીઓના દર્દનાક અવાજોના પડઘા તેમજ પૂર ઓસયૉ પછી લાશોના ઢગલામાં પોતાના આપ્તજનોને શોધતા મોરબીવાસીઓની યાતના અને લાચારી વચ્ચે મોરબી માત્ર એક ખોફનાક સન્નાટાનું શહેર બનીને રહી ગયું હતું.

સોૈરાષ્ટ્રના ઈતિહાસની સોૈથી વિનાશકારી આ ઘટનાએ મહાવિનાશ સજયૉ બાદ શરૂ થયો માનવતાનો અદભુત કહી શકાય તેવો અધ્યાય. મોરબીના પૂર અસરગ્રસ્તો માટે સમગ્ર સોૈરાષ્ટ્ર, ગુજરાતમાંથી સંવેદનાના સાગર છલકાયા, હજિરત કરી ગયેલા મોરબીવાસીઓને સોૈરાષ્ટ્રના લોકોએ આત્મજનોની માફક સંભાળ્યા. અને કદી બેઠું ન થઇ શકે તેવું મોરબી શહેર ત્યારના કર્મઠ શાસકો અને સંવેદના તથા મદદના ઘોડાપૂર તથા લોકોની ખુમારીથી બેઠું થઇ ગયું અને શરૂ થયો વિકાસનો તબક્કો જે આજે મોરબીને વિશ્વના નકશા પર પોતાનું અલગ સ્થાન અપાવવા સુધી પહોંચી ગયો છે.

આમ ૩૧ વર્ષ પહેલાના મચ્છુ પૂર હોનારતની કરુણ કથા છે વિનાશની, તબાહીની, આંસુઓની, પ્રલયની અને સાથેજ કથા છે માનવીય સંવેદનાની. મોરબીવાસીઓની આંખો આજે પણ ૧૧ ઓગસ્ટના દિવસે અશ્રુભીની થઇ જાય છે. મોરબીવાસીઓ આ દિવસે પૂર હોનારતના સમયે મોૈન રેલી કાઢી આ ઘટનામાં જાન ગુમાવનારા દિવંગતોના મણીમંદિર પાસે આવેલા સ્મૃતિસ્તંભ પાસે જઇ શ્રધ્ધાંજલિ અપાય છે. પાલિકા દ્વારા બપોરબાદ કચેરી બંધ રાખી હોનારતના સમયે ૧૧ સાયરન વગાડાય છે.

મચ્છુ હોનારતની તબાહીના સત્તાવાર આંકડા

૧૪૧૯માનવ મૃતદેહો મળ્યા

૧૨૮૪૯ઢોર મૃત્યુ પામ્યાં

૬૧૫૮મકાનો સંપૂર્ણ ધરાશાયી થયાં

૧૫૦૦ઝૂપડાં નાશ પામ્યાં

૩૯૦૦મકાનો ક્ષતગિ્રસ્ત થયાં

૨૮.૩૯કરોડનું વેપાર ઉદ્યોગને નુકસાન થયું

મચ્છુ હોનારત સાથે જોડાયેલી મહત્વની ક્ષણો

ડેમ તૂટતા પહેલા જોધપરના લોકોએ ડેમના દરવાજા ખોલવાની કોશિશ કરી હતી.

ડેમ તૂટયા બાદ તેના પર બે દિવસ સુધી કર્મચારીઓ ફસાઇ ગયા હતા.

મચ્છુ હોનારત ઘટનાની સોૈ પ્રથમ જાણ અમેરિકાને થઇ હતી.

હોનારતની ઘટનાના દિવસે તત્કાલીન કૃષિમંત્રી કેશુભાઇ મોરબીના સીમાડેથી પરત ફરી ગયા હતા.

ડેમ પરના તત્કાલીન લીલાપર ગામના પગીએ સતર્કતા દાખવી લીલાપરના હજારો લોકોના જીવ બચાવ્યા હતા.

પૂર બાદ રાજકોટે સોૈથી વધુ મદદ કરી હતી.

અન્ય શહેરોની ચાલુ લાઇટો ઉતારી તાત્કાલિક મોરબીમાં ફિટ કરી દેવાઇ હતી.

પૂર બાદ ભારે લૂંટ-ફાટ સર્જાઇ હતી.

No comments:

Post a Comment